Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં બેડકીનાકા પોઇન્ટ પરથી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો

  • September 30, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી પસાર થતાં બેડકીનાકા પોઇન્ટ ઉપરથી દારૂનાં જથ્થા સાથે બાઈક ચાલકને ઝડપી પડ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૮/૦૯/૨૦૨૪નાં રોજ બપોરના સમયે બેડકી નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા.


તે દરમિયાન નવાપુર હાઇવે રોડ ઉપરથી એક બાઈક ચાલક પોતાની પાછળ એક બેગ લગાવીને આવતો હતો જેને પોલીસે લાકડીનો ઈશારો કરી સાઈડમાં ઉભો રાખ્યો હતો ત્યારબાદ પોલીસને નીચે ઉતારી ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, અલ્પેશ રમણભાઈ વસાવા (ઉ.વ.૨૫., રહે.જૂની શેરડીપાડા ગામ, સાતકશી, ટેકરા ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યુવક પાસેનાં બેગમાં તપાસ કરતા તેમાંથી દેશી દારૂ સોફ્ટની બોટલ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application