મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના કટાસવણ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે પરથી વગર પાસ પરમિટે બાઈક ઉપર દારૂનો જથ્થો લઈ આવતો મહારાષ્ટ્રના યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૨/૦૮/૨૦૨૪ના બપોરના સમયે ઉચ્છલ હાઈવે બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુરથી બાઈક નંબર જીજે/૨૬/આર/૨૫૪૩ પર એક ઈસમ કાળા કલરના બેગમાં દારૂના જથ્થો ભરી લઈને સોનગઢ ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો કટાસવણ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ પાસે પોલીસ નાકા પોઈન્ટ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી બાઈક પર ઈસમ આવતાં જોઈ પોલીસે લાકડીના ઈશારે બાઈક ચાલકને ઉભો રખાવ્યો હતો અને બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, બિતેશ મનેષભાઈ ગાવીત (રહે.બીલમાંજરે ગામ, નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તેની પાસેના કાળા બેગમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દેશી દારૂ સુંગધી સંત્રાની ૬૦ બોટલો મળી આવી હતી આમ પોલીસે દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા ૨૪,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે કર્મચારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500