સોનગઢમાં રહેતા અને CAનો અભ્યાસ કરતો યુવક એક અજાણી મહિલાની facebook આઇડી પર સંપર્ક કરવો મોંઘો પડ્યો હતો. જયારે ઓનલાઇન ફ્રોડ કરતી ટોળકીએ યુવકને પોતાની જાળમાં ફસાવી રૂપિયા 4.18 લાખ પડાવી લીધા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં દેવજીપુરા મંગલમ સોસાયટીમાં રહેતા દીપકભાઈ અગ્રવાલ કરિયાણાની દુકાન ચલાવે છે અને તેમના બે પુત્ર પૈકી મોટો 21 વર્ષીય અમન દીપકભાઈ અગ્રવાલ સુરત ખાતે રહી CAનો અભ્યાસ કરે છે.
જયારે અમન અગ્રવાલની facebook આઇડી પર ગત ફેબ્રુઆરી માસમાં નેહા જૈન નામની આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને તેણે તે સ્વીકારી પણ લીધી હતી ત્યારબાદ પરિચયનો દોર આગળ ચાલ્યો હતો અને બાદમાં આ ખોટી આઇડી ચલાવતા ટોડકીએ અમન અને તેના પરિવારજનોનો એક બોગસ અશ્લીલ વિડીયો તૈયાર કરી તેને વાયરલ કરવાની ધમકી આપી પ્રથમ અમન પાસેથી રૂપિયા 5,000/- પડાવ્યા હતા તે પછી ધમકી આપી અને બ્લેકમેલ કરી ટુકડે ટુકડે તેના બેંક ખાતામાંથી રૂપિયા પડાવવાનું ચાલુ રાખ્યું હતું જેથી અમન અગ્રવાલ તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો તો પણ અમનનો નંબર હેક કરી તેના પિતા અને અન્યના બેન્ક ખાતામાંથી પણ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આમ તારીખ 22/02/2024થી 04/૦૩/2024નાં 13 દિવસનાં સમયગાળા દરમિયાન અમન અને તેના પિતાના બેંકના ખાતામાંથી રૂપિયા 4,18,000/-ની રકમ પડાવી દીધા બાદ ટોળકીએ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500