મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી પસાર થતાં જેહરીનગર રસ્તા ઉપરથી બાઈક પર વગર પાસ પરમિટે દારૂ લઈ જતો મહારાષ્ટ્રનાં યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ ત્રણ રસ્તાથી નીકળી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુર તરફથી એક ઈસમ બાઈકની અંદર ખાનુ બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડી સોનગઢ તરફ જનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાકરદા ગામની સીમમાં આવેલ જેહરીનગર ફળિયામાં તથા નેશનલ હાઈવે નંબર-53 અલગ અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર GJ/05/AF/7786ને આવતાં જોઈ પોલીસે બાઈક ચાલકને સાઈડ પર ઉભી રખાવી અને યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ગણેશભાઈ સુરેશભાઈ પવાર (ઉ.વ.27., રહે.નવાપુર)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે બાઈકની સીટ ઊંચી કરી જોતા તેમાં બનાવેલ ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 41 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો, 1 નંગ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 17,550/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500