કામરેજનાં હલધરૂ ગામનાં યુવકે ઊંઘની દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જયારે સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિશાલસીંગ ઉમાશંકરસીંગ રાજપુત (ઉ.વ.25., હાલ રહે.ડ્રીમવીલા સોસાયટી હલધરૂ ગામ, તા.કામરેજ, મુળ રહે.ભીખમપુર, જિ.પ્રતાપગઢ, યુ.પી)નાંએ કોઈક કારણસર ઉંઘની દવા પી લીધી હતી. તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઉમાશંકરસીંગ રામદુલારસીંગ રાજપુતે કામરેજ પોલીસને જાણ કરી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application