મહારાષ્ટ્રનાં મનમાડ નજીક કરી ગામે મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટતા ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું મોત થયું હતું. બનાવની વિગત એવી છે કે, રોહિત રાખ (ઉ.વ.20) નામનો આઇ.ટી.આઇ.નો વિદ્યાર્થી મોબાઇલને ચાર્જીંગમાં મૂકી ઓશિકા પાસે રાખીને સૂઈ ગયો હતો. થોડી વારમાં મોબાઇલ ધડાકા સાથે ફાટયો હતો અને યુવક 80 ટકા દાઝી ગયો હતો. યુવકને પહેલા મનમાડ અને પછી માલેગાંવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવક ચાંદવડની આઇ.ટી.આઇ.માં ભણતો હતો. જોકે આ યુવક રવિવારની રજામાં પોતાને ગામ આવ્યો હતો ત્યારે જ આ વિચિત્ર અકસ્માતે તેનો ભોગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application