સુરત શહેરનાં કતારગામમાં ઘનમોરા પાસે ઓનલાઇન ગેમમાં રૂપિયા ૨.૩૫ લાખ હારી જતા માનસિક તાણ અનુભવતો હોવાથી યુવકે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, કતારગામમાં ધનમોરા ખાતે જે.કે.પી નગરમાં રહેતો ૨૦ વર્ષીય હર્ષ પ્રવિણ સાપરા ગત બપોરે ઘર પાસે તેના મિત્રના ઘરે ઝેરી દવા પી ગયો હતો.
તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. પોલીસે કહ્યુ કે, હર્ષ મુળ જુનાગઢનો વતની હતો. જોકે તે ઓનલાઇ ગેમમાં રૂપિયા ૨.૩૫ લાખ હારી ગયો હતો. જેના લીધે તે સતત ટેન્શન અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતું. તેનો એક ભાઇ છે. તેના પિતા ચ્હાની દુકાન ચલાવે છે. જયારે તે ઓનલાઇ પૈસાના ટ્રાન્જેકશનનું કામ કરતો હતો. ઘટના અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application