Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં યુવકને અજાણ્યા વોટસએપ ગ્રુપમાં જોડાઈ શેર બજારમાં રોકાણ કરવાનું ભારે પડયું, યુવક સાથે થઈ રૂપિયા 35.89 લાખની છેતરપિંડી

  • June 22, 2024 

માંડવીની ડાહ્યાપાર્ક સોસાયટીમાં રહેતા યુવકને અજાણ્યા વોટસએપ ગુપમાં જોડાઈને શેર બજારમાં રોકાણ કરવાનું ભારે પડયું હતું. યુવક પાસેથી રૂપિયા 35,89,000 પડાવી લેનાર મહિલા સહિત ગુપમાં ચાર એડમીનો સામે માંડવી પોલીસ મથકમાં છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવીની ડાહ્યાપાર્ક સોસાયટીમાં રહેતો ધ્રુમિલ ગોપાલદાસ મોરીને ગત તારીખ 10/04/2024નાં રોજ 1071 મુમેનટમ સ્ટોકસ ગુપ નામના વોટસએપ ગુપમાં એડ કરવામાં આવ્યો હતો જેમાં 251 વ્યકિતઓ જોડાયેલી હતી અને એડમિન તરીકે અભિજીત ગાંધી નંદન દેસાઈ, ઉષ્મા શાહ અને વિવેક પટેલ નામની વ્યકિતઓ હતા જેઓ શેર બજારમાં રોકાણ અંગેનું માહિતી આપતા હતા એડમિન દ્વારા ધુમિલને ગ્રેટર પેસિફિક કેપિટલ નામની કંપનીમાં 3 લાખ રૂપિયા રોકવાનું જણાવતા તેણે પ્રથમ 50 હજાર એડમિને જણાવ્યા બેંકમાં જમા કરાવ્યા હતા.


બીજા દિવસે બીજા 2.50 લાખ જમા કર્યા હતા ત્યારબાદ એડમિને જીપીસી એક્સમાં નામની એક એપ્લિકેશન ડાઉન્ડલોડ કરવામાં જણાવ્યું હતું આથી એપ્લિકેશન ડાઉન્ડલોડ કરતા તેમાં આઈડી અને પાસવર્ડ બનાવત ત્રણ લાખ રૂપિયાનું બેલેન્સ બતાવતુ હોય ધ્રુમિલને વિશ્વાસ થયો હતો ગુપમાં દરરોજ 2 વાગ્યે એડમિન દ્વારા શેરની ખરીદી માટે માહિતી આપવામાં આવતી હતી ધ્રુમિલ 9મી મેથી 23 મી મે દરમ્યાન અલગ અલગ તારીખે એપ્લિકેશન મારફતે શેરનું ખરીદ વેચાણ કર્યુ હતું. જેના રૂપિયા 14.10 લાખ જમા બતાવતા હતા કંપની પર વિશ્વાસ થતા તેણે આઈપીઓની 182ના ભાવે ખરીદી કરવા રીકવેસ્ટ મુકતા એપ્લિકેશનનો કન્ટ્રોલ એડમિન પાસે હોય ઠગાઈ કરવાના ઈરાદે એપ્લિકેશનમાં ધ્રુમિલનું બેલેન્સ 22,88,884 માઈનસ કરી નાંખ્યું હતું.


આ અંગે એડમિનને પુછતા ભરશો તો જ નફાની રકમ મળશે એમ જણાવી 23/05/2024નાં રોજ 7 લાખ રૂપિયા 29/05/2024નાં રોજ 7 લાખ રૂપિયા 30/05/2024નાં રોજ 8.89 લાખ રૂપિયા અલગ અલગ બેંકની શાખામાં જમા કરાવ્યા હતા આથી એપ્લિકેશનમાં ધ્રુમિલના ખાતામાં 1.80 કરોડ બેલેન્સ બતાવ્યું હોય તેણે 20 લાખ ટ્રાન્સફર કરવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે ટ્રાન્સફર થયા ન હતા આથી એડમિનને વાત કરતા 20 ટકા સર્વિસ ચાર્જ ભરવાનુ જણાવ્યુ હતુ આથી ધ્રુમિલ 7 મી જુના રોજ સર્વિસ ચાર્જ 4 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારબાદ પણ રકમ ટ્રાન્સફર નહિ થતા એડમિને 30 ટકા ઈકમટેકસ ભરવા જણાવતા 6 લાખ રૂપિયા ઈકમટેકસની રકમ જમા કરાવી હતી જોકે ત્યારબાદ પણ રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા આથી ધ્રુમિલે શેર ખરીદી તેમજ સર્વિસ ચાર્જ અને ઈકમટેકસ નામે કુલ 35.89 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે પરત નહિ કરતા તેણે ચારેય એડમિન વિરુદ્ધ માંડવી પોલીસમાં મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application