વિમાનમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ લઇ જવાના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. જયારે વહેલી સવારે પાટણના યુવકને ચાલું વિમાનના ટોઇલેટમા સિગારેટ પીતા પકડી પાડયો હતો. બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગીતામંદિર પાસે રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર ઇન્ડિગો ફ્લાઇટ આસિટન્ટ સિક્યુરીટી મેનેજર તરીકે નોકરી કરતા પ્રકાશભાઇ મકવાણાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પાટણ જિલ્લાના સમીના ઇમરાન સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ જયપુરથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન ચાલુ વિમાનમાં ટોઇલેટમાં જઇને સિગારેટ પીતા પકડાયા હતા જેથી વિમાનમાં પ્રતિબંધિત જ્વલનશીલ પદાર્થ લઇ જવાની મનાઇ હોવા છતાં તેઓ કાયદાનું ઉલંધન કર્યું હોવાથી એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી સિગારેટનું પેકટે તથા માચીસ કબજે કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application