સોનગઢ તાલુકાનાં એક ગામે બાળપણથી માસીને ત્યાં રહેતી ૧૭ વર્ષની તરૂણી અને ડોલવણ તાલુકાનાં ગડત ગામે રહેતા યુવક રાહુલ જયંતીલાલભાઈ પરમાર વચ્ચે પ્રેમ સબંધ હોય, ગત માસમાં તેણીના માસા સોનગઢ રાણીઆંબા ફાટક પાસેથી પસાર થતા હતા. ત્યારે તરૂણીને બાઈક પર રાહુલ સાથે બેસેલી જોઈ હતી. જેથી તરુણી પાસે જઈને માસાએ ક્યાં ગયેલા હતા? એમ પૂછતા તરૂણીએ દેવળમાં ગઈ હતી એમ જણાવ્યું હતું.
ત્યારબાદ તરૂણીને ઘરે લઈ આવી માસાએ તેનો મોબાઈલ ચેક કરતા, અંદર રાહુલનો ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ જોવા મળ્યો હતો. જેના ત્રણ ચાર દિવસ બાદ રાહુલ પરમાર તરૂણીના ઘરે આવ્યો હતો અને માસાને મળી મારે તરુણી સાથે લગ્ન કરવાના છે એમ કહેતા, માસાએ તરૂણી ૧૮ વર્ષથી નાની હોય, તથા ધોરણ-૧૦માં નાપાસ થઈ હોવાથી ફરી પરીક્ષા આપવાની છે. જેથી હાલમાં તેના લગ્ન થશે નહિ તેમ જણાવતા રાહુલ જતો રહ્યો હતો.
ગત તારીખ ૨૯મી ઓગસ્ટના રોજ સાંજે માસીની દીકરી સાથે તરૂણી ગામની સીમમાં આવેલા દેવળમાં ગઈ હતી અને દેવળમાં પ્રાર્થના ચાલતી હોવાથી માસીની દીકરીએ આંખ બંધ કરી હતી. તે વખતે નજીકમાં બેઠેલી તરૂણી દેવળમાંથી નીકળી ક્યાંક જતી રહી હતી. જેથી માસા-માસી દ્વારા આસપાસ તથા સંબંધીને ત્યાં શોધખોળ બાદ પણ તે ક્યાંય ન મળતા બુધવારે માસાએ સોનગઢ પોલીસ મથકે રાહુલ જયંતિલાલભાઈ પરમાર વિરુદ્ધ લગ્ન કરવાની લાલચ આપી તરૂણીને કાયદેસરના વાલીપણા માંથી પરવાનગી વગર અપહરણ કરી ભગાડી ગયો હોવાની કાયદેસરની ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500