મૂળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સેંદ્રીઆંબા ગામનો વતની વિશાલ દેવસ્યાભાઈ સાહરે (ઉ.વ. ૧૮) હાલમાં સાયણ-સિવાણ રોડ ઉપર આવેલા યુરો ટેક્સ્ટાઈલ પાર્કમાં હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ કંપનીની રૂમમાં રહેતો હતો. જોકે વિશાલ આ કંપનીમાં વોટરજેટ મશીન ચલાવવાનું કામ કરતો હતો. વિશાલે ગત સોમવારે મોડી સાંજે અગમ્ય કારણોસર ઈન્ડસ્ટ્રીઝના ચોથા માળે આવેલી તેની રૂમમાં લોખંડના એંગલ સાથે ગ્રે-કાપડથી ગળે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જયારે વિશાલને બેભાન હાલતમાં સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબે વિશાલને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બાબતની જાણ મૃતક યુવકના વતનના નીતિન ચંદુભાઈ ભોયે ઓલપાડ પોલીસ મથકમાં કરી હતી. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application