Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયાનાં કંચનપરી અને ધોળાકુવા ગામ વચ્ચે બે બાઇક અથડાતા એક યુવકનું મોત

  • February 24, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાના કંચનપરી અને ધોળાકુવા ગામ વચ્ચે બે બાઇક સામસામે અથડાતા બે પૈકી એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો. મળતી માહિતી મુજબ, ઝઘડિયાનાં સુલતાનપુરા ખાતે રહેતો જયેશ આહિર નામનો યુવક કંચનપરીથી ધોળાકુવા ગામ વચ્ચે બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક અન્ય બાઇક સાથે જયેશની બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો.





જોકે આ અકસ્માતમાં બંને ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ જયેશને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અન્ય બાઇક ચાલક દિનેશ વસાવા (રહે. બાંડાબેડા)ને પણ સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. જયારે અકસ્માતની આ ઘટના બાબતે મૃતકનાં ભાઇ સુરેશ આહિરે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application