Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં બાબેન ગામની સીમમાં શેરડી ભરેલ બળદ ગાડાની પાછળ મોપેડ અથડાતાં યુવકનું મોત

  • December 12, 2023 

બારડોલીનાં બારડોલી-ખરવાસા રોડ ઉપર બાબેન ગામની સીમમાં શેરડી ભરેલ બળદગાડાની પાછળ મોપેડ અથડાતાં મોપેડ ચાલકનું મોત થયું હતું. જોકે મૃતક યુવક નવસારીનાં ચીખલી તાલુકાનાં વાંઝણા ગામથી લગ્નપ્રસંગમાં હાજરી આપવા બારડોલી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના વાંઝણા ગામે છાબડી ફળિયામાં રહેતો નિકુંજ મહેશભાઈ પટેલ (ઉ.વ.24) તેની મોપેડ નંબર GJ/21//BJ/4457 ઉપર બારડોલી ખાતે લગ્ન પ્રસંગમાં આવી રહ્યો હતો.



તે દરમિયાન બારડોલી–ખરવાસા રોડ ઉપર બાબેન ગામની સીમમાંથી પસાર થતી વખતે સાંજે 8 વાગ્યાની આસપાસ રોડ પરથી પસાર થતું શેરડી ભરેલું બળદ ગાડું નજરે ન ચડતા તે સીધો બળદ ગાડા સાથે અથડાયો હતો. જોકે અકસ્માતમાં યુવકને માથાનાં ભાગે તેમજ છાતીનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત બારડોલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application