મહેમદાવાદ તાલુકાનાં છાપરાના યુવકે વાત્રક નદીના પુલ ઉપરથી કૂદકો મારી આપઘાત કર્યાના બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેમદાવાદ હાઈવે પર સિદ્ધિવિનાયક મંદિર નજીકથી પસાર થતી વાત્રક નદીના બ્રિજ ઉપરથી રવિવારે બપોરે એક યુવાને કોઈ અગમ્ય કારણસર નદીમાં કુદી પડી મોતને વહાલુ કર્યું હતું.
આ યુવકનું નદીમાં પાણી ન હોય મોટા પથ્થર સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ અપરણિત યુવક છાપરા શિવપુરામાં રહેતો ધવલ નટુભાઈ ચૌહાણ (ઉ.વ.20) હોવાની ઓળખ થઈ છે. આ યુવકે કયા કારણસર આપઘાત કર્યો તે જાણવા મળેલ નથી. બનાવ અંગે મનુભાઈ રમણભાઈ ચૌહાણએ મહેમદાવાદ પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application