મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સોનારપાડા ગામનાં એચ.પી. પેટ્રોલ પંપ સામેનાં સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર યુવકે પોતાની કબ્જાની રીક્ષા પરનો સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતાં રીક્ષા પલ્ટી જતાં ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં સીલેટવેલ ગામનાં નિશાળ ફળિયામાં રહેતો યુસુફભાઈ રમેશભાઈ ગામીત (ઉ.વ.૨૬)એ ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની રીક્ષા નંબર GJ/19/U/6400ને લઈ સોનારપાડા ગામનાં એચ.પી. પેટ્રોલ પંપ સામેનાં સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો. તે સમયે પોતાની કબ્જાની રીક્ષા પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ રીક્ષાને પલ્ટી ખવડાવી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં યુસુફને છાતીનાં ભાગે તેમજ શરીરે મુઢ ઈજાઓ પહોંચતા ચાલુ સારવાર દરમિયાન યુસુફનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વિતેશભાઈ વિનોદભાઈ ગામીત (રહે.દેવલપાડા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાંએ તારીખ ૩૦/૦૯/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ મથકે અકસ્માતની જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application