મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના કુંભીયા ગામની સીમમાંથી પસાર થતાં વાલોડ મોરદેવી રોડ ઉપર ડંપર ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વાલોડનાં મોરદેવી ગામનાં મોટું ફળિયામાં રહેતો ધ્રુવિનભાઈ નીતિનભાઈ ચૌધરી (ઉ.વ.24) નાઓ ગત તારીખ 25/11/2023નાં તેના મિત્રની યામહા R15 બાઈક નંબર GJ/19/BK/5367ને લઈ કુંભીયા ગામની સીમમાંથી પસાર થતાં વાલોડ-મોરદેવી રોડ ઉપરથી વાલોડ તરફ જતાં હતા.
તે સમયે વાલોડ તફરથી એક ટાટા ડંપર ટ્રક નંબર GJ/06/Z/7126નાં ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ધ્રુવિનભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં ધ્રુવિનભાઈને છાતીના ભાગે તથા શરીરે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચતા પહેલા 108ની મદદથી વાલોડ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લઈ આવતાં ફરજ પરના ડોકટરે ધ્રુવિનભાઈને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ધ્રુવિનભાઈનાં પિતા નીતિનભાઈ ચૌધરી નાંઓએ વાલોડ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application