મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં કેલવણ ગામનાં વળાંકનાં પુલિયા પાસે એક બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે લાવી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે એક યુવકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઈન્દુ ગામનાં વડ ફળિયામાં રહેતો એલિશ શિરીષભાઈ વસાવા (ઉ.વ.18) અને ઋત્વિક રાજુભાઈ પટેલ (રહે.ઈન્દુ ગામ, નિશાળ ફળિયું, વ્યારા)નાંઓ મળી તેમના મિત્ર મેહુલની જન્મ દિવસની ઉજવણી કરી આંબાપાણી ગામથી પરત ઘરે આવતાં હતા.
તે દરમિયાન ડોલવણ તાલુકાનાં કેલવણ ગામે આવેલ પુલિયાનાં વળાંકમાં ઋત્વિકએ પોતાના કબ્જાની બજાજ પલ્સર NX200 બાઈક નંબર GJ/26/AF/5085ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક અચાનક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, જયારે આ અકસ્માતમાં બાઈક ચાલક ઋત્વિકને ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને પાછળ બેસેલ એલિશને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે એલિશ વસાવા નાંએ ડોલવણ પોલીસ મથકે બાઈક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500