મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાઘનેરા ગામનાં સીમાડા ઉપર આવેલ ખેતરમાં ઘાસ કાપવા બાબતે ઈસમે મહિલા ઉપર હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે મહિલાએ ઈસમે વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં વાઘનેરા ગામનાં ટીમરી ફળિયું સવિતાબેન ચંદુભાઈ ચૌધરી વાઘનેરા ગામનાં સીમાડા ઉપર આવેલ પોતાના ખેતરનાં શેઢા ઉપર તારીખ ૨૭/૦૯/૨૦૨૪નાં રોજ ઘાસ ચારો કાપતી હતી.
તે સમયે બપોરના આશરે એકાદ વાગ્યાના સમયે હોળીયાભાઈ ડુટીયાભાઈ ગામીત (રહે.ધંજાબા ગામ, માછલી ફળિયું, તા.સોનગઢ)નાંઓ સવિતાબેન પાસે આવી કહેવા લાગ્યા હતા કે, આ મારા ખેતરના શેઢો છે તું કેમ મારા શેઢા ઉપર ઘાસ કાપે છે??? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સવિતાબેનને ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ હોળીયાભાઈએ તેના હાથમાં રહેલ દાતરડા વડે સવિતાબેન મારવા જતા સવિતાબેનએ બંને હાથથી પોતાનો બચાવ કરવા જતા સવિતાબેનને ડાબા હાથમાં કાંડાથી કોણીની વચ્ચે તથા જમણા હાથમાં હથેળીનાં ભાગે દાતરડાથી ઈજા પહોંચતા સવિતાબેન ત્યાંથી ભાગવા લાગતાં સવિતાબેન સાથે ગાળાગાળી કરી હતી તેમજ કીધું હતું કે, આં વખતે તો તું બચી ગઈ છે બીજી વાર મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સવિતાબેન ચૌધરીનાંએ સોનગઢ પોલીસ મથકે હોળીયાભાઈ ડુટીયાભાઈ ગામીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500