નંદુરબાર જિલ્લામાં ખાંડબારા પાસેનાં પળસુન ગામની સીમમાં બનાવેલા ચેકડેમમાં બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ ગામના ખેડૂતો તેમના બળદને નવડાવવા માટે ગયા હતા ત્યારે તેઓનું ધ્યાન પાણીમાં પડેલી લીલા કલરની પ્લાસ્ટિકની થેલી પર જતા નજીક જઈ તપાસ કરતા તેમાં માથું જોવા મળ્યું હતું. ખેડૂતોએ તરત જ એની જાણ પોલીસને કરી હતી, જેથી વિસરવાડી પોલીસ ઘટના સ્થળે પોલીસે એક અજાણી મહિલાનું કાપેલી હાલતમાં માથું જોતાં ચોંકી ગઈ હતી. મહિલાની નિર્દયી રીતે હત્યા કરી પુરાવાનો નાશ કરવા માથાને પ્લાસ્ટિકની થેલીમાં ભરી પાણીમાં ફેંકી દીધું હોવાનું પોલીસે અનુમાન લગાવી હત્યારાને પકડવાના કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application