મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં શિવ શક્તિ પાર્ક સોસાયટીનાં ગેટ પાસે મુસા રોડ ખાતે રહેતી એક મહિલા વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને ગુરૂવારના રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા શિવ શક્તિ પાર્ક સોસાયટીનાં ગેટ પાસે મુસા રોડ ખાતે રહેતી સોનાબેન જયેશભાઈ બુદેલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીના પોલીસ સ્ટાફના માણસો સરકારી તથા ખાનગી વાહનમાં બેસી બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાં એક બેન હાજર મળી આવ્યા હતા જેથી પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સોનાબેન ઉર્ફે સોનલ જયેશભાઈ ઉર્ફે ગગો મંગળભાઈ બુદેલા (રહે.શિવ શક્તિ પાર્ક સોસાયટીના ગેટ પાસે, મુસા રોડ, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે ઘરમાં તપાસ કરતા ઘરની લોબીમાંથી એક કાપડની થેલીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ નંગ 83 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8,120/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500