Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડથી છેલ્લા ત્રણ માસથી ગુમ થયેલ મહિલા મળી આવી

  • May 24, 2024 

ભરૂચનાં વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ત્રણ માસથી ગુમ થયેલ મહિલાને તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ નાએ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢી હતી.


મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાનાં વાલીયા પોલીસ મથક વિસ્તારમાં રહેતા અરુણાબેન ગુમાનભાઈ વસાવા (રહે.કેસરગામ, નિશાળ ફળિયુ, તા.વાલીયા, જિ.ભરૂચ)નાં ગુમ થયેલ હોય જેને ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધવામાં આવી હતી ત્યારબાદ વાલિયા પોલીસે દરેક પોલીસ મથકે આ ગુમ થયેલ મહિલાની વિગત આપી હતી જેથી તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ નાંએ ગુમ થયેલ મહિલા વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગતરોજ મળી આવી હતી. ત્યારબાદ તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડનાં સ્ટાફે મહિલાનો કબ્જો મેળવી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસને સોંપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application