તામિલનાડુનાં ચેન્નાઈ ખાતે ગાર્ડન સિટીમાં રહેતા સંધ્યાસીંગ દીપેન્દ્રસિંહ દિખીતને તારીખ 25નાં રોજ ભરૂચ જવાનું હોવાથી તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને જનરલ ટિકિટ લઈને સિકંદરાબાદ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર એક પર આવતા ટ્રેનના પાછળના જનરલ કોચમાં ચડતા હતા. તે વખતે ગીરદીનો લાભ લઈ કોઈ ગઠીયો સંધ્યાસીંગે ખભા પર ભૈરવેલ પર્સની ચેન ખોલી અંદરથી બ્લુ કલરનું નાનું મનીપર્સ કોઈ ગઠીયો ઉઠાવી ગયો હતો. આ મનીપર્સમાં પતિએ ગિફ્ટમાં આપેલ બે તોલા વજનના સોનાના કડા તેમજ બેંગલોરથી ખરીદેલ પાંચ ગ્રામનો સોનાનો કોઈન મળી કુલ 85,000/-નાં દાગીના તેમજ અન્ય પરચુરણ વસ્તુઓ હતી. આ અંગે સંધ્યાસીંગે વડોદરા રેલવે સ્ટેશન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application