Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં ચોર્યાસી ગામે ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત નિપજયું

  • August 05, 2024 

કામરેજનાં ચોર્યાસી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૪૮ પર આઈસર ટેમ્પોનાં ચાલકે આગળ ચાલી રહેલા ટ્રેક્ટરને અડફેટમાં લેતા ટ્રેક્ટરમાં સવાર મહિલાને ગંભીર ઈજા થઈ હતી. તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર સાગરભાઈ નવલસીંગભાઈ દેહદા પોતાનું ટ્રેક્ટરને લઈને ચોર્યાસી ગામની સીમમાં જલારામ હોટલની સામે નેશનલ હાઈવે નંબર-૪૮ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમ્યાન પાછળથી પુરપાટ આવી રહેલા આઇસર ટેમ્પોનાં ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ સમયે ટ્રેક્ટર પર સવાર સાગરભાઇનાં પત્ની ધર્મીકાબેન રોડ પર પટકાતા ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે કામરેજ પોલીસે ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application