Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં રાજપરા લુંભા ગામની મહિલા અને તેના બાળકનું નહેરમાં ખાબકતા કરુણ મોત નિપજ્યું

  • April 29, 2024 

બારડોલીમાં ધામધોડ ગામ પાસેથી મોપેડ બાઈક લઈ પસાર થઈ રહેલી રાજપરા લુંભા ગામની મહિલા અને તેના બાળકનું નહેરમાં ખાબકતા કરુણ મોત નિપજ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ મોડી રાત્રે મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જ્યારે બાળકનું મૃતદેહ ન મળતા રહેલી સવારે નહેરનું પાણી બંધ કરાવીને શોધખોળ કરતા બાબેન ગામે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં રાણી રાજપરા ગામે રહેતા દક્ષેશભાઈ ટેલર બારડોલીના ધામધોડ ઉપર આવેલ લક્ષ્મી ગોપાલ કોમ્પ્લેક્સમાં કૃપા લેડીઝ ટેલર નામની દુકાન થકી પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે તેમની પત્ની મનીષાબેન પોતાના મોટા પુત્રને ઘરે મૂકીને ત્રણ વર્ષેનો પુત્ર ઈવાન સાથે પતિની ટેલરિંગની દુકાન ઉપર આવી રહી હતી.


ત્યારે સાંજે પતિએ પત્નીને પુત્ર સાથે ઘરે જવાનું જણાવ્યું હતું જેથી માતા અને પુત્ર મોપેડ બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા તે સમયે બારડોલીના ધામધોડમાં આવેલ સાઈ મંદિરના નજીકમાં અગમ્ય સંજોગોમાં મોપેડ બાઈક ઉપરથી કાબુ ગુમાવતા મોપેડ બાઈક સાથે માતા અને પુત્ર નહેરમાં ખાબક્યા હતા. ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને થતાં મોડી રાત સુધી નહેરના પાણીમાં શોધખોળ કરતા રાત્રે મનીષાબેન ટેલરનો મૃતદેહ બારડોલીનાં અલંકાર નજીક  નહેરના ફાટામાંથી મળી આવ્યો હતો. બીજી તરફ રાત્રિના સમયે બાળક મળી શક્યો ન હતો જેથી બીજા દિવસે સવારે ફરી એકવાર નહેરના પાણી બંધ કરાવી શોધખોળ ચાલુ કરતા નહેરના બાબેન સીમમાંથી બાળકની લાશ અને મોપેડ મળી આવ્યા હતા. ગમખ્વાર ઘટનાના પગલે ઘટના સ્થળે ભારે ભીડ જોવા મળી હતી જ્યારે આ ઘટનાને લઈ રાજપરા ગામમાં ભારે ગમગીન છવાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application