Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ પોલીસ મથકનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • August 28, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ડોલવણ ચાર રસ્તા પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૮/૨૦૨૪નાં રોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંગ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, ડોલવણ ચાર રસ્તા પરથી ડોલવણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપી હિરલભાઈ ઉર્ફે બચુ મગનભાઈ ઢોડિયા પટેલ (ઉ.વ.૨૪., રહે.પાણીખડક, દુકાન ફળિયું, તા.ખેરગામ, જિ.નવસારી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News