Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • October 04, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૪/૧૦/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.પો.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી અલ્પેશ રઘુભાઈ સોજીત્રા (હાલ રહે.૨૧૦, આશીર્વાદ રો હાઉસ, સરથાણા, જકાતનાકા, વરાછા, સુરત, મૂળ રહે.વેકરી ગામ, તા.ગોંડલ, જિ.રાજકોટ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application