Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ આર.ટી.ઓ. પાસેથી પશુ હેરા ફેરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • June 07, 2024 

સોનગઢ તાલુકાના બેડી ગામેથી 10 માસ પૂર્વે 31મી ઓગસ્ટ 2023ના રોજ બોલેરો પીકઅપ ગાડીમાં 13 જેટલા વાછરડાને ક્રુરતા પૂર્વક ખીચોખીચ રીતે ભરીને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ખાતે ઈસ્લામપુરામાં રહેતા જહાંગીર તથા ઇદરીશ કલીમભાઈ શાહ (ઉ.વ.32)નાં કતલખાને લઈ જતા હતા, ત્યારે સોનગઢ પોલીસે સુરત ધુલીયા હાઇવે નંબર-53 ઉપર આર.ટી.ઓ. પાસેથી ગેરકાયદેસર પશુધનની હેરાફેરી અટકાવી હતી અને પોલીસ મથકે પશુઓ પ્રત્યેનો ઘાતકીપણું અટકાવવાનો અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કયી હતો. જે ગુનામાં વોન્ટેડ ઇદરીશ કલીમભાઈ શાહ સોનગઢ આરટીઓ પાસે આવતા તાપી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application