Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાની બેંક ઓફ બરોડા RSETI સંસ્થાન ખાતે મતદાન જાગૃતિ કેમ્પ યોજાયો

  • April 26, 2024 

તાપી જિલ્લાની બેંક ઓફ બરોડા RSETI સંસ્થાન દ્વારા મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫ જેટલા NRLMના તાલીમાર્થી બહેનોને મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. તેમજ તમામ તાલીમાર્થીઓએ આગામી 7મી મે’ના રોજ અવશ્ય મતદાન કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે તાપી જિલ્લાના લીડ બેંક મેનેજર રસિક જેઠવા દ્વારા મતદાન વિશે જાગૃતિ આપવામાં આવી હતી. આરસેટીના નિયામક કિરણ સાતપૂટેએ દરેક તાલીમાર્થીઓને  લોકશાહી વિશે સમજ આપી હતી. તેમજ  વધુમાં વધુ મતદાન થાય તેવી લોકોમાં  જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરવા અપીલ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ ચૌધરીએ કરેલ હતું. આરસેટી સ્ટાફ અને મોટી સંખ્યામાં NRLMના તાલીમાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application