ભરૂચ ખાતે અંગ્રેજ સર જોન હોક્શોએ ગોલ્ડન બ્રીજને ૭ ડિસેમ્બર ૧૮૭૭થી બાંધકામ કરવાની શરૂઆત કરી હતી. તારીખ ૧૬ મે ૧૮૮૧ના રોજ સંપૂર્ણ બનીને તૈયાર થઇ ગયો હતો. આ ગોલ્ડન બ્રિજની આજે ૧૪૬મી વર્ષગાંઠ છે અને આટલા વર્ષ પછી પણ અડીખમ છે. ૧૮૬૦માં રેલ્વે લાઈન નાખવાના કામ સાથે-સાથે ગોલ્ડન બ્રીજને બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી. આ પહેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજના ધણા ભાગો તૂટીપજ્યા હતા.
વર્ષ ૧૮૭૭થી તેના બાંધકામ સહિત આ પુલ પાછળ અંદાજિત અધધ રૂપીયા ૮૫,૯૩,૪૦૦/-નો ખર્ચ થયો હતો. આ બ્રીજને બનાવવામાં એ જમાનામાં જે અધધ..ખર્ચ થતો રહ્યો તેથી આ બ્રિજને "સોનાનો પુલ" એટલે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખ મળી હતી. ગોલ્ડન બ્રિજ નર્મદા પુલ તરીકે પણ ઓળખાય છે. એક સમયે અહી ૨૪ કલાક વાહનોથી ધમધમતો હતો. જોકે આજે પણ અનેક લોકોને ગોલ્ડન બ્રિજમાંથી જ પસાર થવાનું ગમે છે. ગોલ્ડન બ્રિજના ઇતિહાસ અને કારીગરીના અજોડ ઉદાહરણરૂપ આ બ્રિજનો વૈભવ સહેજપણ ઓછો થયો નથી. આજે પણ તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ સ્થિત દોડ, યોગા દિવસે યોગાસનો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application