નવસારીનાં ગણદેવી નેશનલ હાઇવે નંબર-48 ઉપર ભારેલ ઓવરબ્રિજ ચડતા મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર મધરાત્રિનાં સમયે એકએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ગણદેવી નગરપાલિકા ફાયર ફાઈટરે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. ગણદેવી હાઈવેના મુંબઈ સુરત ટ્રેક ઉપર પલસાણા તેજસ કાર્ગોની ટ્રક નંબર HR/38/AG/5520 દોડી રહી હતીતે દરમિયાન ખારેલ ઓવરબ્રિજ ચડતી સમયે એકાએક આગ ભભૂકી હતી જેને પગલે ટ્રકમાં લોખંડ પતરાની કોઈલ સહિત માલસામાન સળગી ઉઠ્યો હતો. જયારે આ આગમાં ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. દરમિયાન ગણદેવી પી.એસ.આઈ.ની ટીમે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. જયારે ગણદેવી નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application