તા.27ના રોજ વઘઇ સરકારી એગ્રીકલ્ચર કોલેજ ખાતે આચાર્ય ડો.જે.જે.પસ્તાગીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય કચેરી, આહવા-ડાંગ દ્વ્રારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા કોલેજોમા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓમા તમાકુના દુષણ અંગે જન જાગૃતિ આવે તે માટે તમાકુ નિયંત્રણ ધારો COTPA-2003 (સિગારેટ એન્ડ અધર ટોબકો પ્રોડોક્ટ એકટ)ના ભંગ બદલ જુદી-જુદી કલમો વિશે, તેમજ તમાકુના વ્યસનથી થતા નુકશાન અને બીમારીઓ, નાણાંકીય નુકશાન, વિભિન્ન પ્રકારના કેન્સરો, શ્વાસના રોગો, વ્યસન છોડવાના ઉપાયો, સામાજિક, નાણાંકીય, સ્વાસ્થ્યને લગતા તમામ પ્રશ્નો અંગે માહિતી આપવામા આવી હતી. સરકારશ્રીએ "તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા" (TOFEI-ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ) શાળા, કોલેજો તમાકુ મુક્ત બને તે માટેનું અમલીકણ કરવા માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જે બાબતે વિધ્યાર્થીઓને પ્રેઝેન્ટેશન દ્વ્રારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય કચેરી, આહવા દ્વ્રારા વિધ્યાર્થીઓને અલ્પાહાર અને IEC કીટ પણ વિતરણ કરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500