મુંબઇનાં પાલઘર જિલ્લાનાં વાડા તાલુકાનાં ભગનપાડા નામના એક દુર્ગમ ભાગમાં રમતી વખતે ત્રણ વર્ષના એક બાળકની શ્વાસ નળીમાં ફુગ્ગો અટકી જતા તેનું મોત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલો હર્ષ બુધર અન્ય મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ ભગતપાડાના દુર્ગમ વિસ્તારમાં તેને યોગ્ય સમયે સારવાર ન મળી હોવાનો આરોપ પણ સ્થાનિકોએ કર્યો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ, હર્ષ તેના વિસ્તારના અમૂક નાના બાળકો સાથે ઘર બહાર રમી રહ્યો હતો. થોડા સમય બાદ અચાનક તેની તબિયત લથડી હતી અને તે બેભાન થઇ ગયો હતો.
આ ઘટનાથી નાના બાળકો ડરી ગયા હતા અને આ બાબતની જાણ હર્ષનાં માતા-પિતાને કરી હતી. આ સમયે વધુ પૂછપરછ કરતા નાના બાળકોએ જણાવ્યું હતું કે, તે ફુગ્ગાથી રમી રહ્યો હતો અને આ દરમિયાન તે ફુગ્ગો ગળી ગયો હતો. તેના વાલીઓ તેને ઉપાડી તરત જ વધુ સારવાર માટે પાસેના પરળી પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં લઇ જવા નીકળ્યા હતા. જોકે તેઓ પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં પહોંચે તે પહેલા જ હર્ષનું રસ્તામાં જ મૃત્યું થયું હતું. આ સમયે તેના પરિવાર-જનો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે તેમના ગામ અને વસ્તીની આસપાસ આરોગ્ય સુવિધાનો અભાવ છે. જો હર્ષને સમયસર યોગ્ય સારવાર મળી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application