Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ગણેશ નગર સ્થિત આંગણવાડીમાંથી ચોરી થઈ

  • April 26, 2024 

સોનગઢના ગણેશ નગર સ્થિત આંગણવાડીનો દરવાજાનો આગળનો ભાગ તોડી અંદર મુકેલા ગેસના બે બાટલા અને તેલનાં એક ડબ્બાની ચોરી થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ નગરના ગણેશ નગર સ્થિત આંગણવાડીમાં બાળકોની રસોઈ બનાવવા માટે તંત્ર તરફથી 2 ગેસનાં બાટલા અને તેલનો 1 ડબ્બો ચાલુ મહિનામાં વાપરવા માટે આપવામાં આવ્યો હતો. જોકે ગત તારીખ 24/04/2024નાં રોજ રાત્રીનાં સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે આંગણવાડીનાં મુખ્ય દરવાજાનો નાખું નકુચો તોડી અંદર પ્રવેશી કરી રૂપિયા 2,500/-ની કિંમતનો ભરેલ બાટલો અને રૂપિયા 1,500/-ની કિંમતનો ખાલી બાટલો તથા 1,000/-ની કિંમતનું તેલ મળી કુલ રૂપિયા 5,000/-ની ચોરી કરી ગયો ભાગી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application