મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના કિકાકુઈ ગામનાં બસ સ્ટેશન સામે રોડ પરથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂ ભરી પીકઅપ ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો શુક્રવારના રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકઅપ નંબર MH/18/BG/2412માં ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ભરી સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો કિકાકુઈ ગામનાં બસ સ્ટેશન સામે રોડ ઉપર વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાળો પીકઅપ ટેમ્પો આવતાં જોઈ ટેમ્પો ઉભો રખાવ્યો હતો.
ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મનોજ જયદેવભાઈ પાટીલ (ઉ.વ.34., રહે.ગ્રીન પાર્ક, હલદરૂ ગામ, તા.કામરેજ, જિ.સુરત, મૂળ રહે.ધરણગાંવ, જિ.જલગાંવ)ના હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે પીકઅપ ટેમ્પોમાં પાછળના ભાગે જોતા જેમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની નીચે એક કાળા કલરની પ્લાસ્ટિકની તાડપત્રી હતી અને તેના નીચે પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 2,412 નંગ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા દારૂ ભરવી આપનાર અને મંગાવનાર ધીરજ ચતુર પાટીલ (રહે.હલદરૂ ગામ, તા.કામરેજ, જિ.સુરત)નાને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આમ, પોલીસે પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા 4,00,000/- તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 4,22,400/- અને અકે નંગ મોબાઈલ કુલ રૂપિયા 8,32,400/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી દશરથભાઈ મેટાળીયાની ફરિયાદના આધારે ઝડપાયેલ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. મુદ્દામાલ ભરાવી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500