ડી.આર.આઈ.ની ટીમે મુન્દ્રા પોર્ટ પરથી ચાર કરોડની કિંમતનો સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો. જયારે ટાયર સ્ક્રેપની આડમાં આ જથ્થો આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડી.આર.આઈ.ની ટીમે દુબઈથી આવેલા 10 કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્ટેનરોમાં આગળના ભાગે ટાયરના ભંગાર તેમજ પાછળ સોપારી મળી આવી હતી. જેમાં કુલ 39.44 મેટ્રીક ટનનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ચાર કરોડ રૂપિયા સામે આવ્યું છે. ડી.આર.આઈ. દ્વારા વડોદરાની પેઢીએ મંગાવેલા જથ્થાને ઝડપી પાડતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય એ છે કે, ચાર કરોડની કિંમતની સોપારીનો જથ્થો મળી આવતાં તપાસ દોર શરૂ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application