Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગ્રામ વિકાસ કમિશ્નર, ગાંધીનગર દ્વારા નિયુક્ત કરાયેલ ટીમ દ્વારા મનરેગા યોજના અંતર્ગત તાપી જિલ્લામાં કામોની આકસ્મિક ચકાસણી

  • February 06, 2023 

મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ હાથ ધરાયેલ કામોની રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં આંતર જિલ્લા ટીમ દ્વારા તાપી જિલ્લામાં કરવામાં આવેલ કામો જેવા કે ચેકડેમ ડિસીલ્ટીંગ, માટી-મેટલ રોડ, વ્યક્તિગત સોકપીટ તથા સ્ટોન બંડ, મિંયાવાકી પ્લાન્ટેશન, કાચી ગટર વગેરે જેવા કામોની રેન્ડમ સીલેક્શન દ્વારા વ્યારા તાલુકાના ભાનાવાડી તથા સોનગઢ તાલુકાના દુમદા ગામે ટીમ દ્વારા કામોની સ્થળ મુલાકાત કરી ચકાસણી હાથ ધરવામાં અવી હતી. જેમાં સામૂહિક અને વ્યક્તિગત કામો દ્વારા લોકોને થયેલ લાભ અંગે સરપંચ તથા લાભાર્થીઓ સાથે સંવાદ કરી મનરેગા યોજના થકી કરવામાં આવેલ કામો અંગે ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News