Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ સ્થિત ક્રિશ્ના નગર સોસાયટીમાં આવેલ કેટરર્સનાં ગોડાઉનમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી, સદનસીબે મોટી જાનહાનિ ટળી

  • February 22, 2023 

સુરતનાં ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ સ્થિત ક્રિશ્ના નગર સોસાયટીમાં આવેલા કેટરર્સનાં ગોડાઉનમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી. જોકે ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ લીકેજ બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, સુરતનાં ઉધના સોનલ સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ સ્થિત ક્રિશ્ના નગર સોસાયટીમાં તુષારકુમાર ઠકાર કેટરર્સનું ગોડાઉન ધરાવે છે.






જયારે સવારે ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ લીકેજ થતાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી માન દરવાજા, મજુરા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.






સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, સવારે કેટરર્સનું ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમાં 5 જેટલા સિલિન્ડર હતા. જેમાંથી એકમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે બાકીના 4 સામાન્ય સળગ્યા હતા.





બીજી તરફ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા બાજુમાં રહેલું મકાન પણ આગની ઝપેટમાં આવી રહ્યું હતું. પરંતુ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગના કારણે કેટરર્સના ગોડાઉનમાં રહેલા રસોડાના સરસમાનને નુકશાન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application