વલસાડનાં વાપી GIDC ચાર રસ્તા પાસે આવેલ એક એપાર્ટમેન્ટની બાજુમાં ગેરેજ સંચાલકે પાર્ક કરેલી બાઇકોમાં મોડી રાત્રીએ અચાનક આગ ભભૂકવા લાગી હતી. ત્યાંથી પસાર થતા રાહદારીઓ ઘટનાની જાણ વાપી નોટિફાઇડ અને વાપી GIDC ફાયર વિભગની ટીમને કરી હતી. ઘટના અંગે વાપી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ત્યાં સુધીમાં 8 મોપેડ અને બાઈક તેમજ નજીકમાં પાર્ક કરેલી કારને પણ આગમાં નુકશાન પહોંચી હતી.
બનાવની વિગત એવી છે કે, વાપી GIDC ચાર રસ્તા પાસે ચાર રસ્તા પાસે પંચરત્ન બિલ્ડીંગ પાસે એક બાઇકના ગેરેજ બહાર પાર્ક કરેલી બાઇકોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે નજીકથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક વાપી નોટિફાઇડ અને GIDC ફાયર વિભાગને જાણ કરી આગ ઉપર કાબુ મેળવવા મદદ માંગવામાં આવી હતી.
ઘટનાને લઈને વાપી નોટિફાઇડ અને GIDC ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 8 મોપેડ અને બાઈક તેમજ નજીકમાં પાર્ક કરેલી કારને આગની અસર પહોંચી હતી. ઘટના અંગે ફાયર વિભગની ટીમે સ્થળ નિરીક્ષણ કરતા આગ લાગવાના 2 પ્રાથમિક કારણો ફાયર વિભાગના કર્મચારીઓએ દર્શાવ્યા હતા.
જેમાં પાર્ક કરેલી બાઇકો ઉપરથી પસાર થતા વીજ લાઈનમાંથી તણખલા પાડયા હોવાને લઈને આગ લાગી હોય શકે અને પાર્ક કરેલી બાઇકમાં લાગેલી બેટરીમાં સ્પાર્ક થયો હોય અને આજુબાજુમાં પડેલા સૂકા ઘસમાં આગ પકડાઈ હોવાથી આગ વધારે પ્રસરી હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. ઘટના અંગે ગેરેજ સંચાલકને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. આગની ઘટનાને લઈને વાપી ટાઉન અને GIDC પોલીસની ટીમ અને 108ની 2 ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500