Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં ઉમરવાવનજીક ગામેથી સબ મોર્શીબલ મોટરની ચોરી થઈ

  • September 24, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ તાલુકાનાં ઉમરવાવનજીક ગામનાં નિશાળ ફળીયામાં આવેલ ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં આવેલ પાણી પુરવઠા વિભાગની પાણીનો સંપ (ટાંકી)ની પાસે ખુલ્લી જગ્યામાં આજથી આશરે સતેલ વર્ષ અગાઉ નાનો પાણીની ટાંકી હોય જે મારફતે ઉમરવાવ નજીક ગામમાં સરકારશ્રી હર ઘર નળ (વાસ્મો)ની યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવેલ ૭.૫ એચ.પી.ની સબ મોર્શીબલ મોટર વપરાશમાં લેતા હોય જેને કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા વાયર તથા કલરનો પાઈપ કાંપી નાંખી સબ મોર્શીબલ મોટર જેની કિંમત રૂપિયા ૫૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ગામનાં સરપંચે તારીખ ૧૯/૦૯/૨૦૨૪નાં રોજ ડોલવણ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application