માંડવી તાલુકામાં સઠવાવ ગામની વિદ્યાર્થીએ આશ્રમ શાળામાંથી કોઈને કહ્યા વિના નીકળી કલમકુવા ગામના ખેતરમાં આવેલા આંબા ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સઠવાવ ગામના કોળી ફળિયામાં રહેતો પાર્થિવકુમાર પ્રકાશભાઈ ચૌધરી (ઉ.વ.૧૭) કાટકુવા ગામની વૃંદાવન આશ્રમ શાળામાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. જોકે શનિવારે બપોરે શાળામાં જમ્યા બાદ તે કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયો હતો. સાંજે તેની લાશ કલમકુવા ગામની સીમમાં આવેલા ખેતરના શેઢા પર આંબા ઝાડ પર ડાળી સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે માંડવી પોલીસ સ્ટેશમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જયારે વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તે અંગે જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application