સુરતમાં ડીંડોલીનાં નવાગામ બ્રીજ નજીક વહેલી સવારે પિતા પોતાના 15 વર્ષના પુત્રને સ્કુલે મુકવા જતી તે વખતે એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ધોરણ 10નાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેના પિતા ચમત્કારિક રીતે બચી ગયા હતા. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, ડીંડોલીમા માર્ક પોઇન્ટ પાસે વિજયાનગરમાં રહેતા 45 વર્ષીય તુકારામ કીલ્યા નાઇક શુકવારે સવારે તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલને બાઇક પર લિંબાયતમાં નીલીગીરી ખાતે આવેલી સ્કુલે મુકવા નીકળ્યા હતા.
તે સમયે ડિંડોલીનાં નવાગામ બ્રીજ ચઢતા પુરપાટ ઝડપે હંકારતા એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાહિલને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જોકે ઘટનાને પગલે સ્થળ એકત્ર થયેલા લોકો ભારે રોષ જોવા મળ્યો હતો અને ડમ્પરનાં ચાલક સતિષ બટુકબહારદુર સિંગ (રહે.અપેક્ષાનગર, પાંડેસરા)ને પકડીને પોલીસને સોંપી દીધો હતો. જયારે તેના પિતા તુકારાનો બચી ગયા હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે સાહિલ મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની હતો. તે લિંબાયતની સાર્વજનિક મરાઠી સ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઇ છે. તેના પિતા કડીયા કામ કરે છે. જયારે સાહિલના મોતને લીધે તેમના પરિવારજનો પર આભ તુટી પડયુ હતું અને ત્યાંના લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે ડીંડોલી પોલીસે ડમ્પર ચાલક સતિષ વિરુધ ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application