મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર શહેર વિસ્તારમાં આવેલ ધુલિયા-ચોકડી પાસેની અવ્વલ ગાઝી દરગાહ નજીકથી નીકળી સાયકલ પર સવાર થઈ ઘર તરફ જતી વિદ્યાર્થીનીને રેતીના હાઈવા ડમ્પરનાં ચાલકે અડફેટે લેતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પહોંચતા વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નંદુરબાર શહેર પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નંદુરબાર શહેર વિસ્તારના નેહા પાર્કમાં રહેતી ડીમ્પલ સતીશ પાટીલ શાળામાં ભણે છે. જોકે તે રવિવારે સવારે 8 વાગ્યે ટ્યુશનમાંથી છૂટી સાઈકલ પર ઘર તરફ આવી રહી હતી. તે સમયે રેતી ભરીને હાઈવા ડમ્પર નંબર GJ/16/AW/6688નાં ચાલકે ડિમ્પલને અડફેટે લેતાં ડિમ્પલ જમીન પર પટકાતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેણીને સારવાર અર્થે ખાનગી નિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું પ્રાથમિક સારવાર આપે તે પહેલા મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application