Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરા વિસ્તારમાંથી ચોકાવનારી ઘટના સામે આવી : ૯ વર્ષના બાળકે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

  • August 03, 2024 

સુરત શહેરના પાંડેસરામાં ૯ વર્ષ અને બે મહિનાના બાળકે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી લેતા ખળભળાટ મચી ગયો હતો. બે ભાઇ રૂમમાં રમતા હતા અને ભાઇ રૂમની બહાર ગયો ત્યારે બાળકે હુક સાથે લટકતી દોરી સાથે શર્ટ બાંધીને ફાંસો ખાધો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતો અવધેશ ગૃપ્તા બુધવારે સાંજે નોકરી જવા નીકળ્યા હતા. જયારે તેમની પત્ની ઘરમાં રસોઇ બનાવવામાં વ્યસ્ત હતા.


તે સમયે એક રૂમમાં તેમનો ૯ વર્ષ બે માસનો પુત્ર યશ એકલો હતો. જોકે યશે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને હુક સાથે લટકી રહેલી દોરી સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના ભાઇએ દરવાજો ખખડાવતા નહી ખોલતા તેની માતા સહિતના પરિવરજનો ગભરાઇ ગયા હતા. બાદમાં તેની માતાએ દરવાજા હોલમાંથી જોતા તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા હેબતાઇ ગઇ હતી. બાદમાં દરવાજો તોડી નાંખ્યો હતો અને પોલીસને જાણ કરતા ત્યાં પહોચી હતી. પણ યશનું મોત થઇ ગયું હતું. કાર્યવાહી કરીને મૃતદેહને સિવિલમાં ખસેડાયો હતો. પાંડેસરા પોલીસે કહ્યુ કે, ગુપ્તા પરિવાર મૂળ બિહારનો વતની છે. યશ ધો.૪માં અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઇ અને એક બહેન છે.  પિતા લુસ્મખાતામાં કામ કરે છે.  ગત સાંજે યશ રૃમમાં ભાઇ સાથે રમતો હતો. બાદમાં તેનો ભાઇ રૃમમાંથી બહાર ગયા પછી કોઇ કારણસર આ પગલુ ભર્યુ હતુ. જોકે ચર્ચા એવી થતી હતી કે, યશે મોબાઇલના મુદ્દે આ પગલું હોવાની શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application