Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાસણા બેરેજ રોડ નજીકમા આવેલ એક એપાર્ટમેન્ટમા ઈવીની બેટરી ફાટવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો

  • August 08, 2024 

અમદાવાદના વાસણા બેરેજ રોડ નજીકમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઈવીની બેટરી ફાટવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. માહિતી મુજબ, વાસણા બેરેજ વિસ્તારના સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે વહેલી સવારે જ આગની ઘટનાની જાણકારી મળી હતી. તપાસમાં જાણ થઇ કે ઘરના ડ્રોઈંગ રૂમમાં જ ઈવીની બેટરી ચાર્જિંગમાં લગાવાઈ હતી જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.


બેટરીમાં વિસ્ફોટની ઘટના સમયે ત્રણ લોકો ઘરમાં જ હતા જેમનો હેમખેમ આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો. ઘરમાં બે યુવક અને એક મહિલા હતી. તેમને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જ બચાવાયા હતા. એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અને શહેર પ્રમુખ પણ આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના સમયે ભૂમિકા શાહનો પરિવાર ઘરમાં જ હતો. આગની ઘટનાને કારણે આખી ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી. જોકે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News