Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા ચાલક પાસેથી રિવોલ્વર અને કારતુસ મળી આવ્યા

  • January 05, 2024 

વડોદરામાં પંડ્યા બ્રિજ વિસ્તારમાં પોલીસે એક રીક્ષા ચાલક પાસેથી રિવોલ્વર અને કારતુસ કબ્જે કર્યા હતા. છાણીથી પંડ્યા બ્રિજ તરફ પરીક્ષામાં રિવોલ્વરની હેરાફેરી થવાની છે તેવી માહિતી મળતા પોલીસની ટીમે વોચ રાખી એક રીક્ષાને અટકાવી હતી. રીક્ષાની અંદર તપાસ કરતા ડ્રાઇવર સીટ નીચેથી એક રિવોલ્વર અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે મોહમ્મદ પરવેઝ મોહમ્મદ ઉંમર પઠાણ રસુલજીની ચાલી નવા યાર્ડ મૂળ યુપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ રિવોલ્વર ક્યાંથી લાવ્યો અને કોની પાસેથી લીધી છે, તેનો કોઈ ઉપયોગ થયો છે કે કેમ જેવી બાબતોની પોલીસે તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application