Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાનાં પ્રભારી મંત્રીનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

  • January 28, 2023 

નવસારી જિલ્લા સેવા સેદન, કાલિયાવાડી, નવસારી ખાતે નવસારી જિલ્લાનાં પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ પાણી પુરવઠા, વાસ્મો, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, શિક્ષણ, આરોગ્ય, વીજ, માર્ગ અને મકાન વગેરે વિભાગની સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી.



પ્રભારી મંત્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે પ્રારંભમાં જિલ્લા વહીવટીતંત્ર વતી પ્રભારી મંત્રીનું સ્વાગત કરી, જિલ્લાના વિકાસ કાર્યો-યોજનાઓથી મંત્રીને અવગત કરાવ્યા હતા. તેમજ આવનાર સમયમાં જિલ્લામાં થનાર મહત્વાકાંક્ષી પ્રોજેકટ વિશે માહિતગાર કર્યા હતાં. સાથે સાથે પ્રભારી મંત્રીના માર્ગદર્શન મુજબ જિલ્લાના કાર્યો સમય મર્યાદામા પૂર્ણ થાય તે માટે તેમણે ખાત્રી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application