Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે પ્રધાનમંત્રી આવાસ મંજૂરીનાં વર્ક ઓર્ડર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

  • April 08, 2023 

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના વર્ષ 2022-23ના લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આહવા તાલુકા કક્ષાના આ કાર્યક્રમમા વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગરીબ લાભાર્થીઓ માટે સરકાર સતત ચિંતીત છે, તેમ જણાવી આવાસ યોજના અંતર્ગત મળેલ રકમનો યોગ્ય દિશામા ઉપયોગ થાય તે માટે તમામ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000/-ની સહાય મળવા પાત્ર છે.






તે ઉંપરાત મનરેગા યોજના દ્વારા શ્રમદાન પેટે રૂ.23,040, બાથરૂમ બાંધકામ સહાય યોજના હેઠળ રૂ.5000, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયના બાંધકામ પેટે રૂ.12,000 તેમજ, જો સમય મર્યાદામા 6 મહિનાની અંદર લાભાર્થી આવાસ પુર્ણ કરે તો પ્રોત્સાહન રૂપે, મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના અંતર્ગત બીજા રૂ.20,000ની સહાય મળવા પાત્ર થાય છે. આમ લાભાર્થીને કુલ અંકદરે રૂ.1,80,040 ની સહાય મળવા પાત્ર છે. ત્યારે આવાસ યોજના દ્વારા સરકારશ્રીની સહકારની ભાવના સમજી, આ યોજનાનો સંપુર્ણ લાભ લેવા પટેલે લોકોને અનુરોધ કર્યો હતો.






વધુમા જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. તેમજ વિજળી, પાણી, આરોગ્ય, ખેતી, શિક્ષણ તમામની વ્યવસ્થા કરી છે. ડાંગ જિલ્લાનો સર્વાગી વિકાસ થાય તે માટે સરકાર કટ્ટીબધ્ધ છે. આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર જેટલી જ ગ્રાંન્ટ, ગ્રામ્ય વિસ્તારમા પણ આપવામા આવે તે માટે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. તેમ જણાવતા મંગળભાઇ ગાવિત દ્વારા આવાસ માટે ફાળવવામા આવતી રકમનો ફક્ત આવાસ માટે જ ઉપયોગ થાય તે ઇચ્છનિય છે તેમ કહ્યું હતું.






આવાસ ફાળવણી બાદ પોતાનુ આવાસ યોગ્ય સમય મર્યાદામા પરીપુર્ણ કરવા માટે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે પધાધિકારીઓ તેમજ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. આવાસ યોજના દ્વારા સરકાર લોકોના જિવનને ઉન્નતિ તરફ લઇ જવા માંગે છે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોષીએ પોતાના પ્રાંસગીક ઉધ્બોધનમા જણાવ્યુ હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ષ 2023-24ના આહવા તાલુકાના 2051 લાભાર્થીઓના લક્ષ્યાંકમાંથી 2031 લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રૂ.30,000/-ની રાશી જમા કરી દેવામા આવી છે. જ્યારે સુબીર તાલુકાના 964 લાભાર્થીઓ માંથી 927 લાભાર્થીઓ, તેમજ વધઇ તાલુકાના કુલ 894 લાભાર્થીઓમાંથી 872 લાભાર્થીઓનો પ્રથમ હપ્તો જમા કરી દેવામા આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application