વાલોડની પ્રતિષ્ઠિત હાઇસ્કુલની ૧૦ વિદ્યાર્થિનીઓની છેડતી કરતા લંપટ શિક્ષક વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાય હતી. વાલોડ તાલુકાની હાઈસ્કૂલના લંપટ શિક્ષક વિજય ડી. ચૌધરીએ તારીખ ૧૩ જુનથી ૨૫ જુલાઇ વચ્ચે સમાજ શાસ્ત્ર અને ભુગોળના વિષયોના પિરિયડમાં લેશન ચેક કરવાને બહારને વિદ્યાર્થિનીઓના હાથને સ્પર્શ કર્યો હતો. આ ઉપરાંત રસ્તો રોકી વિદ્યાર્થિનીઓના અંગોને સ્પર્શ કરી જાતિય સતામણી, છેડતી કરી રેક હતી.
શિક્ષકના ત્રાસથી છુટકારો મેળવા વિદ્યાર્થિનીઓએ ધોરણ ૧૧ અને ૧૨માં સમાજ શાસ્ત્ર અને ડાંગ ભુગોળ વિષય બદલીને અન્ય કોમ્પ્યુટર વિષય લેવા માટે આગ્રહ કરતા વર્ગ ખંડના શિક્ષકે આચાર્યને જાણ કરી હતી. તેમણે તપાસ કરાવતા વિદ્યાર્થિનીઓએ શિક્ષકની કરતૂતો આચાર્ય ઉઘાડી પાડી હતી. જેથી શાળાની પ્રતિષ્ઠા સામે સવાલ ઉભો થતાં તાત્કાલીક વાલીઓને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા. તેમની સાથે કેળવણી મંડળના સભ્યો સાથે મીટીંગ કરી દિકરીઓને હેરાન કરનારા લંપટ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવાનું નક્કી કરાયું હતું. વિદ્યાર્થિનીએ લંપટ શિક્ષક સામે વાલોડ પોલીસ સ્ટેશનમાં વાલોડ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application