ડાંગ જિલ્લામાં ફરવા આવેલ સુરતીઓના 3 મોબાઇલ ચોરાયા હતા. જેમાં સુરતની ઉર્વી વિપુલ વખારીયા (ઉ. વ.50) જેઓ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મહાલ કેમ્પ સાઈટ ખાતે ફરવા માટે આવ્યા હતા ત્યારે તેમની પાસે સેમસંગ કંપનીનો ગેલેક્ષી જેની કિંમત રૂપિયા 27,208/- હતી અને તેઓ જ્યારે મહાલ ગામની એકલવ્ય સ્કુલથી આગળ રસ્તાની બાજુમાં વાંસથી બનાવેલ કાચા ઝુપડા પાસે જમવા બેસેલા હતા ત્યાંથી મોબાઇલ ચોરાઇ ગયો હતો જેથી મહિલા પ્રવાસીએ સુબીર પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં સુરતનાં કતારગામનાં યુવકોનાં વઘઇ ખાતેથી 2 મોબાઈલ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત શહેરનાં કતારગામના અભિષેક કાનજી કિકાણી (ઉ.વ.32) વઘઈ ખાતે ફરવા માટે આવ્યા હતા. ત્યારે તેમની પાસે આઇફોન 11 અને આઈફોન XS મોબાઈલ હતો. આ બંને મોબાઈલ ગાડીના બોનેટ પર મૂકીને નાસ્તો કરવા ગયા હતા. જોકે બોનેટ ઉપરથી પડી ગયેલ બંને મોબાઇલ ચોરાઈ ગયા હતા. ત્યારબાદ બાદ વઘઈ પોલીસે આ મોબાઇલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application