ગાંધીનગર કલોલ શહેર પોલીસ મથકમાં દિનેશભાઈ પસાભાઈ પટેલે કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં રહેતા પુનિતકુમાર જયેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પુનિત તેમનો મિત્ર થતો હોય અને તેઓને વિદેશ ફરવા જવું હોવાથી તેમણે પુનિતને વાત કરી હતી ત્યારે પુનિતે કહેલ કે તમારે જર્મની ખાતે ફરવા જવું હોય તો મને કહેજો મારી પાસે એક પેકેજ છે અને હું તમારા વિઝીટર વિઝા કરાવી આપીશ તેથી મિત્રતાના નાતે ભરોસો મૂકીને તેમણે તેમના પરિવારનો જર્મનીના વિઝીટર વિઝાનું કામ પુનિત પટેલને આપ્યું હતું.
જેથી પુનિત પટેલે પહેલ કે ૪,૦૦,૦૦૦ એડવાન્સ આપવા પડશે જેથી દિનેશભાઈએ પુનિતભાઈએ કહેલ ખાતામાં ચાર લાખ રૂપિયા ભર્યા હતા અને તે પછી તેઓ દિનેશભાઈ ના ઘરે આવ્યા હતા અને તમામ પાંચ જણાના પાસપોર્ટ લઈ ગયા હતા અને તે વખતે દિનેશભાઈએ ફરીથી તેમને રૂપિયા ૬ લાખ આપ્યા હતા તેના થોડા દિવસ બાદ પુનિત દિનેશભાઈ ના ઘરે આવ્યો હતો અને દિનેશભાઈ ને તમામ પાંચ પાસપોર્ટ પરત આપ્યા હતા અને કહેલ કે તમારા તમામના વિઝા થઈ જશે અને ટૂંક સમયમાં વિઝા આવી જશે તેમ કહીને તે જતો રહ્યો હતો અને વિઝા આવી જશે.
ત્યારબાદ વધુ ૫૦ હજાર રૂપિયા આપવાની વાત થઈ હતી અને ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલ એમ્બેસી કચેરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયા હતા અને તમામ પાંચ સભ્યોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને તેના અઠવાડિયા બાદ તેમને માલુમ પડયું હતું કે, તેમના જર્મનીના વિઝીટર વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે જેથી તેઓએ પુનિત નો સંપર્ક કરતા તે કોઈ યોગ્ય જવાબ આપતો ન હતો જેથી તેઓએ ન્યુ યોર્ક એર ટ્રાવેલ્સ અમદાવાદનો સંપર્ક કરી માહિતી મેળવતા માલુમ પડયું હતું કે પુનિત પટેલે તેમના વિઝા પેકેજ બાબતે કોઈ રકમ જમા કરાવી ન હતી જેથી તેઓ પુનિતના પાસે પહોંચ્યા હતા અને તેઓએ આપેલા ૧૦,૦૦,૦૦૦ પરત માંગ્યા હતા પણ તે રૂપિયા પરત આપતો નહોતો જેથી તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500